તહેવારોની મજા અને ખરીદીની ભીડના કારણે અમદાવાદ શહેર મોતના મુખમાં ધકેલાઈ ગયું છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના કેસમાં વિસ્ફોટ થયો છે. દરમિયાન કાળી ચૌદશ, દિવાળી, બેસતા વર્ષ બાદ અમદાવાદની બંને સિવિલ હૉસ્પિટલો માટે ભાઈબીજ પણ ભારે રહી છે. ભાઈબીજે અસારવા સિવિલમાં 112 દર્દી ગંભીર હાલતમાં દાખલ થયા છે. અમદાવાદ સિવિલમાં હાલમાં 665 દર્દી દાખલ છે. દરમિયાન આ સ્થિતિમાં અમદાવાદમાં લૉકડાઉન લાગશે એવી અફવાઓએ જોર પકડ્યું છે, આ સ્થિતિમાં લૉકડાઉન અંગે સરકારની હાલ કોઈ વિચારણા નથી. અમદાવાદ શહેરના ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી (OSD) રાજીવ ગુપ્તાએ આ અંગે સ્પષ્ટતા કરી છે.