બ્રિટનના નવનિયુક્ત ભારતીય મૂળના પ્રધાનમંત્રી ઋષિ સુનકે બુધવારે 10 ડાઉનસ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસ સ્થાનથી દિવાળીની શુભકામનાઓ આપી કહ્યુ કે બ્રિટનના વિકાસ માટે તે જે પણ કરી શકે છે તે બધુ કરશે. તેમણે બ્રિટનને એકજૂટ કરવાનો સંકલ્પ લઈને કહ્યુ, 'આપણે એવુ બ્રિટન બનાવીશુ, જ્યાં આપણા બાળકો અને પૌત્રો પોતાના દીવા પ્રગટાવી શકે. સહુને દિવાળીની શુભકામનાઓ.'