દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4 લાખને પાર પહોંચી ગઈ છે. આ વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, જુલાઈમાં કોરોનાના કેસોની જમીની હકીકત મેળવ્યા બાદ જ ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવશે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, જુલાઈમાં આ અંગે નિર્ણય લઇ શકાય છે.
તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણની ચાલ જો અનુમાન પ્રમાણે રહે છે તો જુલાઈ મહિનામાં આ અંગે નિર્ણય લઇ શકાય છે કે ફ્લાઈટ ક્યારે શરૂ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં 25 માર્ચથી ચાલી રહેલા લોકડાઉનના કારણે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.