ભારતીય ક્રિકેટટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ હથિયારોના લાયસન્સ માટે અરજી કરી છે. સાક્ષીએ અરજીમાં કહ્યું છે કે તે ઘરે ઘણીવાર એકલી હોય છે, એ રીતે તેનું જીવન જોખમમાં છે. તેથી, તેને શસ્ત્ર ખરીદવા માટે લાઇસન્સ આપવામાં આવવું જોઈએ. સાક્ષીએ રાંચી મેજિસ્ટ્રેટસ ઑફિસમાં લાયસન્સ માટે અરજી કરી હતી, જેને અલગાંવ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી.