પત્નીના ત્રાસને કારણે બેંગલુરુમાં એન્જિનિયર તરીકે કામ કરતા અતુલ સુભાષના આત્મહત્યાના મામલામાં પોલીસે પત્ની નિકિતા સિંઘાનિયાની ગુરુગ્રામમાંથી ધરપકડ કરી હતી. જ્યારે પ્રયાગરાજમાંથી નિકિતાની માતા અને તેના ભાઇની પણ ધરપકડ કરાઇ હતી. બીજી તરફ મૃતક અતુલ સુભાષના પિતાએ કહ્યું હતું કે ૨૦૨૧માં સમજૂતી થઇ હતી પરંતુ તેને નિકિતા અને તેની માતાએ ગંભિરતાથી નહોતી લીધી, તે સમયે જ મામલો થાળે પડી ગયો હોત તો મારો પુત્ર આજે જીવિત હોત.