ભારતના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે બુધવારના રોજ પોતાની 18 વર્ષની ક્રિકેટની કારકિર્દીમાંથી સંન્યાસ લીધો છે. પાર્થિવે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે તે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. 35 વર્ષના પાર્થિવે ભારત માટે 25 ટેસ્ટ, 38 વન-ડે અને બે ટી-20 ઇન્ટરનેશનલ રમી છે. ઘરેલું ક્રિકેટમાં ગુજરાત માટે રમતા પાર્થિવે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. સંન્યાસની જાહેરાત સાથે કરેલા ટ્વીટમાં પાર્થિવ પટેલે બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે પાર્થિવ પટેલે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.