ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીનું એરક્રાફ્ટ જૂનુ થઈ ગયું છે, છતાં તે બદલતા નથી. 1999માં સરકારે આ ખરીદેલું. એરક્રાફ્ટની ‘એક્સપાયરી ડેટ’ 2014 હતી. પણ સરકારે નવું લીધું નથી. વિજયભાઈના વ્યસ્ત શિડ્યુઅલ અને સલામતી કારણોસર તેને બદલાયું નથી.આનંદીબહેને નવું એરક્રાફ્ટ ખરીદવા વિચારેલું પણ આપના વિરોધના પગલે પ્લાન પડતો મૂકાયો હતો. સરકારે 2016-17ના બજેટમાં 100 કરોડની દરખાસ્ત મૂકેલી, પણ હજુ તે ખરીદ્યુ નથી.