પીલીભીતમાં વિવાદાસ્પદ વિધાનો કરીને સુર્ખિયોમાં રહેલા વરુણ ગાંધી આજે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. કારણ તે રાજનાથસિંહના સમર્થક છે. એક સમયના મહાસચિ વરુણે વડાપ્રધાન માટે નરેન્દ્ર મોદીનું નામ લેવાનું શરુ થયેલું ત્યારે જનસભામાં રાજનાથસિંહની તુલના વાજપેયી સાથે કરી, તેમનામાં સૌને સાથે લઈને ચાલવાની આવડત હોવાનું કહેલું. ખાસ કરીને અમિત શાહ પ્રમુખ બન્યા પછી વરુણનું કદ ઘટી ગયું.