બ્રિટિશ યુગના દેશદ્રોહના કાયદાના 'વ્યાપક દુરઉપયોગ' અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આઝાદીની ચળવળ દબાવી દેવા માટે મહાત્મા ગાંધી જેવા લોકોને 'ચૂપ' કરી દેવા બ્રિટિશરો દ્વારા લાગુ કરાયેલો કાયદો રદ શા માટે નથી કરતાં તેવો સવાલ કર્યો હતો. આઈપીસીની કલમ ૧૨૪એ (દેશદ્રોહ)ને ગેરબંધારણિય ઠેરવવા માટે એડીટર્સ ગીલ્ડ ઓફ ઈન્ડિયા અને ભૂતપૂર્વ મેજર જનરલની અરજી અંગે સુનાવણી કરવા માટે મુખ્ય ન્યાયાધીશ એન. વી. રામનાના અધ્યક્ષપદે એક બેન્ચે સંમતિ દર્શાવી હતી. ન્યાયાધીશ રામનાએ હતું કે તેમની મુખ્ય ચિંતા આ 'કાયદાનો દુરુપયોગ' છે. આ સાથે તેમણે કેન્દ્રને નોટિસ પાઠવી હતી. અરજદારોનો દાવો છે કે આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકાર પર પ્રતિબંધ મૂકે છે.