જમ્મુ- કાશ્મીર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને પ્રવકતાની પોલીસે ધરપકડ કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર સીધુ નિશાન સાંધીને સવાલ કર્યો હતો કે સરકારનું આવું પાગલપન ક્યારે ખતમ થશે? તેમણે ટવીટ કરીને કહ્યું હતું કે જમ્મુ- કાશ્મીર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગુલામ મીર અને પ્રવકતા રવિન્દ્ર શર્માની ધરપકડની કડી નિંદા કરુ છું. રાષ્ટ્રીય રાજનિતિક પાર્ટી વિરુધ્ધ કારણ વગરની કાર્યવાહી કરીને સરકાર લોકતત્રંના સ્તરને નીચે લઇ ગઇ છે. જો કે પોલીસનું કહેવું છે કે સલામતી ખાતર નજરકેદ કરવામાં આવ્યા છે.