ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટર હવે નવા નવા કોન્સેપ્ટ પર કામ કરી રહ્યાં છે. ગુજરાતી યુવાનોને આકર્ષે તેવી અર્બન મૂવીઝ બની રહી છે પરંતુ મોટા પરદે કિસિંગ સીન બતાવવામાં ખચકાટ દેખાઈ રહ્યો છે. લવની ભવાઈના ડિરેક્ટર સંદીપ પટેલે માધ્યમોને જણાવ્યું હતું કે હજુ સુધી ગુજરાતીમાં માત્ર રોમેન્ટિક ફિલ્મ બનાવવાનો આઈડિયા બહુ કામ નથી કરતો. સેન્સર બોર્ડ સાથે ચર્ચા કરવી અઘરી છે.