કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન આજે ગુરુવારના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહને મળવા પહોંચ્યા હતા. કહેવાય છે કે, બંને નેતાઓ વચ્ચે બજેટને લઇને ચર્ચા થઇ હતી. નાણામંત્રી બન્યા બાદ નિર્મલા સીતારમન આગામી 5 જુલાઇના રોજ પોતાનું પહેલું બજેટ રજૂ કરવાના છે. આ પહેલા નિર્મલા તમામ સેક્ટરના એક્સપર્ટને મળી રહ્યા છે અને સલાહ લઇ રહ્યા છે.