દિલ્લીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના સતત કેજરીવાલ સરકારના નિર્ણયોમાં ખામીઓ કાઢીને તપાસના આદેશ આપી રહ્યા છે. જેના કારણે આમ આદમી પાર્ટી પણ તેમના પર જોરદાર પ્રહારો કરી રહી છે. હવે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એલજી પર પલટવાર કર્યો છે. તેમણે પૂછ્યુ કે તે એમસીડીના કથિત 6000 કરોડના કૌભાંડ પર કેમ ધ્યાન નથી આપી રહ્યા?