ગુજરાત ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. હવે થોડાક દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં પ્રચારમાં ગતિ પકડી લીધી છે. સોમવારે એક રોડ શો દરમિયાન કેજરીવાલે મોરબી પુલ દૂર્ઘટનાનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ, 'હું તમને પૂછુ છુ, મોરબીમાં એક દૂર્ઘટના થઈ હતી. શું પુલનુ સમારકામ કરનાર કંપનીના માલિકની ધરપકડ ના થવી જોઈએ?'