ગુજરાત હાઈકોર્ટે, રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અંગે સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરીને, ગુજરાત સરકારને વેધક સવાલ કર્યો હતો કે, કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાનું કારણ શુ ? શા માટે હોસ્પિટલની બહાર 40 એમ્બ્યુલન્સની લાઈન લાગે છે ? પેરાસિટામોલની માફક રેમડેસિવીર ઈન્જેકશન કેમ મળતા નથી. હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીઓના પરિવારજનોને શા માટે રેમડેસિવીર ઈન્જેકશન લેવા માટે હોસ્પિટલો મોકલે છે . સામાન્ય નાગરીકોને કોરોના પરીક્ષણનો રીપોર્ટ મેળવવા માટે પાંચ દિવસ સુધી શા માટે રાહ જોવી પડે તેવા વેધક સવાલો ગુજરાત હાઈકોર્ટે કર્યા છે.
ગુજરાત હાઈકોર્ટે વર્ક ફ્રોમ હોમ પધ્ધતિને પ્રોત્સાહન આપવા, વિવિધ સંસ્થાઓની મદદ લેવા, કરફ્યુનો કડક અમલ કરવા, કેન્દ્રની માર્ગદર્શિકાઓનો ચૂસ્તતાથી અમલ કરવા સહિતના મુદ્દે એડવોકેટ જનરલને જણાવ્યું હતું. આ સુઓ મોટો રીટની વધુ સુનાવણી આગામી ગુરુવારના રોજ નિર્ધારીત કરાઈ છે.