જુનાગઢ કોર્પોરેશન ચૂંટણીમાં ફરી એક નવો વળાંક આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના બળવાખોર ઉમેદવારને ટિકિટ આપનાર NCP દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. NCPના ઉમેદવારોને ભાજપના ઉમેદવાર અને તેના ભાઈ અને પુત્ર દ્વારા ધમકી આપવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. NCPના ઉમેદવારના ફોર્મ પાછા ખેંચવા માટે ભાજપના ઉમેદવાર ધર્મેશ ડાંગરના ભાઈ વિનુ ડાંગર અને તેમના પુત્ર કાના ડાંગર દ્વારા રેશમા પટેલના સહીતન ઉમેદવારનો ધમકી આપવાના આક્ષેપો કારવામાં આવ્યા છે.
બંને પિતા પુત્ર દ્વારા NCPના ઉમેદવારને ધમકી આપવામાં આવી છે કે, વેરાવળથી માણસો બોલાવીને પાડી દઈશું. જૂનાગઢ પોલીસ અને SP અમારા ખિસ્સામાં છે. ભાજપના ઉમેદવાર તેમના ભાઈ અને પુત્ર દ્વારા ધમકી આપવામાં આવતા NCPના ઉમેદવાર રેશમા પટેલ અને રણમલ સિસોદિયાએ જૂનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.