વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કરતા કહ્યું કે, અમારી ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે, અને આ મોદીની ગેરંટી છે. તેમણે આ સાથે વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
વિપક્ષના સભ્યોએ વિરોધ કર્યો ત્યારે મોદીએ કહ્યું કે, તમને પણ તક મળી હતી. પરંતુ દેશના લોકો માટે કઈ ખાસ કર્યું નથી.
આ સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહયું વિપક્ષ તમામ વિકાસનીઓ વાતોમાં ફક્ત Cancel Cancel નું રટણ કરતાં હોય છે.
વડાપ્રધાન મોદીએ સંસદમાં બોલતા કહ્યું કે, કોંગ્રેસે કેન્સલ કલ્ચર શરુ કર્યું છે. તેઓ તેમા ફસાઈ ગયા છે.