મે મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૧૫.૮૮ ટકાની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. ક્રૂડના ઉંચા ભાવ અને ભીષણ ગરમની કારણે શાકભાજી અને ફળોના ભાવ વધવાને કારણે મેમાં ફુગાવો વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. જથ્થાબંધ ફુગાવો વધીને આવતા રિઝર્વ બેંક વ્યાજ દરોમાં વધુ વધારો કરે તેવી શક્યતા છે.
સળંગ ત્રણ મહિનાથી જથ્થાબંધ આધારિત ફુગાવો સતત વધી રહ્યો છે. ગયા વર્ષે એપ્રિલથી અત્યાર સુધી સળંગ ૧૪ મહિના સુધી જથ્થાબંધ આધારિત ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો છે.