ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીએ માજા મુકી હતી. જોકે સફાળે જાગેલ વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ વૃદ્ધિદરના ભોગે દેશમાં મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં ઐતિહાસિક વધારાઓ કર્યા છે. અમેરિકા, બ્રિટન, ભારત સહિતના દેશોએ વ્યાજદરમાં વધારો કરતા હવે મોંઘવારી મહદઅંશે કાબૂમાં આવી રહી છે.
ગ્રાહક સ્તરના મોંઘવારી (CPI)માં રાહત મળ્યા બાદ હવે સરકાર અને RBIને જથ્થાબંધ મોંઘવારી (WPI) મોરચે પણ રાહત મળી છે. જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર જૂનના 15.18 ટકાથી ઘટીને 13.93 ટકા પર આવી ગયો છે. જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર છેલ્લા પાંચ મહિનામાં સૌથી નીચલા સ્તરે છે. આ ડેટામાં જુલાઈ માટે કોર ફુગાવાનો દર (CORE WPI) જૂનના 9.2 ટકાથી ઘટીને 8.3 ટકા થયો છે.