માર્ચ, ૨૦૨૩માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને ૧.૩૪ ટકા રહ્યો છે જે ૨૯ મહિનાની નીચલી સપાટી છે. ફેબુ્રઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૩.૮૫ ટકા હતો.હાયર બેઝ ઇફેક્ટ અને મેન્યુફેકચરિંગ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થવાને કારણે માર્ચમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો થયો છે.
માર્ચ, ૨૦૨૨માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૧૪.૬૩ ટકા હતો. ઉલ્લેખનીય છે કે સળંગ છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં નોંધવામાં આવ્યો છે. ૬ મહિના અગાઉ સળંગ ૧૮ મહિના જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો. નવેમ્બર, ૨૦૨૦માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૨.૨૯ ટકા હતો.