Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરદાર વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ બારડોલીની પ્રજાએ આપી હતી. બારડોલી બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ૨૦૦૯ની લોકસભા ચુંટણીમાં તુષાર ચૌધરીનો વિજય થયો હતો તેઓને કેન્દ્રમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું ૨૦૧૪ની લોકસભાની ચુંટણી ભાજપમાં તુષાર ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો.

  • આ બેઠક પર ૯ વખત કોંગ્રેસનો વિજય થયો હતો.

ભારત દેશની આઝાદી સાથે વર્ષ ૧૯૬૨માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સુરત અને તાપી જિલ્લાનાં પૂર્વપટ્ટીનાં આદિવાસી વિસ્તાર ધરાવતી માંડવી લોકસભા બેઠક કે જેને વર્ષ ર૦૦૯માં નવા સીમાંકન બાદ બારડોલી (અ.જ.જા) બેઠક બની હતી. તેના પર સળંગ ૯ વખત ૧૯૯૮ સુધી કોંગ્રેસ વિજેતા બની હતી. જ્યારે વર્ષ ૧૯૯૯ અને વર્ષ ર૦૧૪માં ભાજપે વિજય મેળવ્યો હતો. વર્ષ ર૦૦૪ અને ર૦૦૯માં કોંગ્રેસનાં વિજેતા ડો.તુષાર ચૌધરીને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું હતું. નવા સીમાંકન બાદ શહેર વિસ્તાર ઉમેરાતા બારડોલી બેઠક ભાજપ માટે સલામત બની ગઈ છે. દેશની આઝાદી બાદ ૧૯૬૨માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બેઠક ફાળવણીમાં સુરત જિલ્લાનાં પૂર્વપટ્ટીનાં આદિવાસી બહુમત વિસ્તાર ધરાવતી બેઠક તરીકે માંડવી (અ.જ.જા) બેઠક બની હતી. ૧૯૬૨થી ૧૯૯૮ સુધી સતત ૯ ટર્મ (ચૂંટણી) સુધી કોંગ્રેસ પક્ષ વિજેતા  બન્યો હતો. વર્ષ ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી સ્વ.છીતુભાઈ દેવજીભાઈ ગામીતને પ્રથમ વખત કોંગ્રેસમાંથી ટીકિટ મળી હતી.

  • માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો દબદબો હતો.
    જે સમયે ગુજરાત કોંગ્રેસમાં સ્વ.ઝીણાભાઈ દરજીનો અને માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો દબદબો હતો. ૧૯૭૭માં દેશનાં વડા પ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધી હારી ગયા હતા પરંતુ સ્વ. છીતુભાઈ ગામીત ૩૯૬૦૩ મતથી વિજેતા બન્યા હતા. ૧૯૭૭થી ૧૯૯૮ સુધી સતત સાત ટર્મ સુધી સ્વ. છીતુ ગામીતે માંડવી બેઠક પરથી કોંગ્રેસનું પ્રતિધિત્વ કર્યુ હતું. મતથી વિજય થયો હતો.

  • ૨૦૧૪ની લોકસભાની ચુંટણી

વર્ષ ર૦૧૪માં અબકીબાર મોદી સરકારનાં સૂત્ર સાથે યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતની તમામ ર૬ બેઠક પર ભાજપ વિજેતા ની જેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રભૂ વસાવા ભાજપમાં જોડાઈ જઈ ૧પ દિવસમાં બારડોલી બેઠકનાં ઉમેદવાર બની ૧,૨૩,૮૮૪ મતથી વિજેતા બન્યા હતા.

સુરત અને તાપી જિલ્લાની માંડવી બેઠક જે હાલની બારડોલી બેઠક પર ૧૩ ચૂંટણીમાં ભાજપ માત્ર બે વખત જ વિજેતા બની હતી. જ્યારે કોંગ્રેસ સતત ૯ વખત એમ કુલ ૧૧ વખત આ બેઠક પર વિજેતા થયેલ છે.

  • ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી

૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સત્તાની નજીક પહોંચી ગઈ હતી. બારડોલી લોકસભામાંસાત જેટલા વિધાનસભા વિસ્તાર આવે છે જેમાં કામરેજ ભાજપ, બારડોલી ભાજપ, વ્યારા કોંગ્રેસ, મહુવા ભાજપ, માંગરોળ ભાજપ અને માંડવી પણ ભાજપે જીત મેળવી હતી.

  • જ્ઞાતિ સમીકરણ

બારડોલી લોકસભા બેઠક વિવિધ જ્ઞાતિનું સમીકરણ જોવા મળે છે અને  જેમાં સૌરાષ્ટ્ર પાટીદારોના મતો ૨ લાખ કરતા વધુ છે. ૨૦૦૯ની લોકસભા ચુંટણીમાં તો ભાજપને હાર આપી હોતી પરંતુ ૨૦૧૪ની ચુંટણીમાં ફરથી કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આદિવાસી ચૌધરી મતદારો પણ નિર્ણાયક સાબિત થતા હોય છે તેઓની મતદારની સંખ્યા ૨.૫૦ લાખની આસપાસ છે અને વસાવા અને ગામીત મતદારોની પાંચ લાખ કરતા પણ વધુ છે અને હળપતિ સમાજના પણ ૮૨ હાજરની આસપાસ છે.

  • ૨૦૧૪ની લોકસભાની ચુંટણી

૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં બારડોલી બેઠક પર ૧૬, ૧૪, ૧૦૬ કુલ મતદારો હતો જેમાં જેમાં ૮૨૯૬૪૮ પુરુષ મતદાતાએ  પોતાનો મતનો ઉપયોગ કર્યો હતો અને મહિલા મતદાતાએ ૭,૮૪,૪૫૮ મતદાતાએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો.

  • લોકસભામાં સાસંદ પ્રભુ વસાવાએ ૮૪ ટકા હાજરી આપી

૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ ૮૪ ટકા હાજરી આપી હતી અને 8 વખત ચર્ચામાં ભાગ લીધો હતો અને ૨૬૭ વખત લોકસભામાં પ્રશ્નોતરી કરેલ છે.

એકવાર ફરથી ભાજપ અને કોંગ્રેસે બે જાણીતા હરીફોને મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસમાંથી તુષાર ચૌધરીને ટીકીટ આપી છે અને ભાજપમાંથી એક વખત ફરથી પ્રભુ વસાવાને રીપીટ કર્યો છે. આ વખતે ૨૦૧૯માં બારડોલીથી વાયા દિલ્હી કોણ જશે ૨૩ એપ્રિલનાં દિવસે ખબર પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ