આજે સાંજ સુધીમાં રાજસ્થાનમાં ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. બપોરે ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ પહેલા ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા હતા. 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ મધ્યપ્રદેશમાં નવા ચહેરા તરીકે મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ છત્તીસગઢમાં ભાજપે આદિવાસી ચહેરા તરીકે વિષ્ણુદેવ સાંઈને સીએમ બનાવીને નવો દાંવ રમ્યો છે.