શિવસેનાના મોટાભાગના વિધાયકોએ બળવો પોકારતાં મહારાષ્ટ્રમાં રાજકીય વંટોળ ઉભો થઇ ગયો છે. શિવસેનાના બાગી વિધાયકો અત્યારે ગુવાહટી સ્થિત એક સમૃધ્ધ હોટેલમાં ધામા નાખી પડયા છે. ત્યારે શિવસેનાના નેતા ઉધ્ધવ ઠાકરે સાથે હજી સુધી જોડાઈ રહેલી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) એ આજે (શનિવારે) પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ બળવાખોર વિધાયકોના સુરત અને ગુવાહાટીની હોટેલોના ખર્ચની રકમ કોણે ચૂકવી છે. તે અંગે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ અને એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ED) એ તપાસ કરી કાળાં નાણાનું મૂળ શોધવું જોઇએ.