અમેરિકામાં કોરોના વાઈરસથી પીડિત લોકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન (WHO)એ ચેતવણી આપી છે કે, આ દેશ હવે મહામારીનું આગામી મોટું કેન્દ્ર બની શકે છે. વિશ્વના તમામ દેશો કોરોના વાઈરસનો શિકાર બન્યા છે.
જિનેવામાં WHOના પ્રવક્તા માર્ગારેટ હૈરિસે જણાવ્યું કે, અમેરિકામાં કોરોના વાઈરસથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં જે નવા કેસો સામે આવ્યા છે, તેમાંથી 85 ટકા તો યુરોપ અને અમેરિકામાં જ છે. આમાં પણ 40 ટકા કોરોનાના શિકાર અમેરિકામાં જ છે. અમેરિકામાં અત્યારે 45 હજાર કરતાં વધુ લોકો કોરોના વાઈરસનો શિકાર બની ચૂક્યા છે. આ ઉપરાંત 582 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.