ગુજરાતના હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ત્રીજી વખત મુખ્યમંત્રી પદની રેસમાં આવ્યા છે. તેમના નામ અગાઉ બે વખત રેસમાં આવી ચૂક્યાં છે પરંતુ તેઓ આ સર્વોચ્ચ પદ સુધી પહોંચી શક્યા નથી. તેમના માટેનો આ ત્રીજો પ્રયાસ ખુશી લાવે છે કે ગમ તે ગણતરીના કલાકોમાં ખબર પડી જશે.
ગુજરાતના રાજકારણમાં બે દિવસથી મોટી ઉથલ પાથલ ચાલી રહી છે. મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે ગુજરાતના નવા મુખ્યપ્રધાન કોણ બનશે તેને લઇને અનેકવિધ અટકળો ચાલી રહી છે. આ વચ્ચે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીના નામની રેસમાં સૌથી આગળ નીતિન પટેલ ચાલી રહ્યાં છે. તેમજ મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, આર.સી.ફળદુ, પરસોતમ રૂપાલા સહિત પણ સીએમ પદની રેસમાં છે. સમગ્ર ચિત્ર બપોર પછી સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતના નવા નાથ કોણ હશે.