Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સાહેબ, લોન જોઇએ છે, મળશે? બેંક મેનેજરે માથું ઉંચુ કર્યા વગર જ કહી દીધુ-ના મળે. પેલાએ કહ્યું સાહેબ, મારૂ નામ નિરવ મોદી છે. મેનેજર ખુરશીમાંથી આખેઆખા ઉભા થઇને-ઓહ...અરે સાહેબ પહેલાથી કહ્યું હોત તો. હું ઘરે આવી જાત. એમાં શું. આપણા ઘરની જ વાત છે ને. બેસો,બેસો...કેટલી લોન જોઇએ...મળી જશે. બસ જરા આટલું કમિ....!!!! લોન લેનારે કહ્યું-ડન. મળી જશે...! પછી એવું થયું કે મળી જશે કહેનાર મળ્યા નથી. ભારતમાંથી મદમસ્ત રીતે સરકારી ગેસ્ટ બનીને દાવોસ પહોંચ્યા અને ત્યારબાદ ગોટાળા બહાર આવ્યાં ત્યારે, યે તો હોના હી થા...ની જેમ મરક મરક હસીને મહાલતાં મહાલતાં કહેવાય છે કે સ્વીત્ઝર્લેન્ડ પહોંચી ગયા છે. દાવોસ પણ ત્યાં જ છે.

    કોમન મેનને નાની અમથી લોન લેવી હોય તો સાત પેઢી યાદ આવી જાય અને વિજય માલ્યા- નિરવ મોદી-મેહુલ ચોકસી-કેતન પારેખ-હર્ષદ મહેતા વગેરેને સાત પેઢી ચાલે એટલી લોન તો “ચાય પે ચર્ચા” કરતાં કરતાં મળી જાય છે. આવી લોન આપનાર કોઇ બેંકના ભ્રષ્ટ, લુચ્ચા, લફંગા અને લાલચુડા મેનેજરને ફાંસી થઇ હોય તેવું બન્યું છે ખરૂ? બેંકના કાયદામાં કદાચ આવી કડક જોગવાઇઓ જ નહીં હોય. કરોડોના ગોટાળા અને બે-પાંચ વર્ષની સજા અને તે પણ વર્ષો પછી કેસ પૂરો થાય તો...!! નહીંતર તો ખાયે જા...ખાયે જા....ખિલાયે જા...ખિલાયે જા...!!

    કેમ આવું થાય છે સમજાતું નથી, ફુલડા ડૂબી જાય અને પથ્થરો તરી જાય છે...!! નિમો. એક અંગ્રેજી અખબારે નિરવ મોદીનું ટૂંકુ નામ લખ્યું. જેમ નમો એટલે નરેન્દ્ર મોદી તેમ નિરવ મોદી એટલે નિમો. જો કે નિમોને નમો સાથે કાંઇ લેવા કે દેવા નથી. હોં. બન્ને વચ્ચે માત્ર અટક જ મળે છે. જો કે તપાસ એજન્સીને નિમો મળતા નથી..!! વેલ, મેહુલ ચોકસીને શું કહીશું? મેચો કે ચોમે...? સારૂ હવે વાત પીએનબીની. પંજાબ નેશનલ બેંક એટલે પીએનબી. આ પીએનબીમાં નિમો અને મેચોએ મેચ ફિકસિંગ કરીને 11 હજાર કરોડના ગોટાળા કર્યા મસ્ત મસ્ત રીતે. આ 11 હજાર કરોડ બેંકના લાલચુડા કર્મચારીઓએ જે આપ્યા તે કાંઇ પોતાના ગજવામાંથી નહીં પણ બેંકમાં મૂકાયેલા ડિપોઝીટના નાણાંમાંથી જ આપ્યાં. એટલે ફરી ફરીને લોકોના પૈસે નિમો અને મેચો-મામા ભાંજા-ની જોડીએ જલસા કર્યા..!! પીએનબી એટલે પ્રજાના નાણે ભ્રષ્ટાચાર. આ નામ બરાબર રહેશે?

    આલિયો-માલિયો 9 હજાર કરોડનું કરીને ઠાવકાઇથી જતો રહ્યો. સરકાર શું કરે? સરકાર પાસે બીજુ કાંઇ કામ નથી? નિરવ નિરાંતે 11 હજાર કરોડનું કરીને દાવોસ ફરી આવ્યો. સરકાર શું કરે? સરકાર પાસે બીજુ કાંઇ કામ નથી? લલિત મોદી ભાગી ગયો. સરકાર શું કરે? સરકાર પાસે બીજુ કાંઇ કામ નથી? પરીક્ષાઓ આવી રહી છે. માસુમ કિશોરોને કોંગ્રેસમુક્ત...સોરી સોરી તનાવમુક્ત વાતાવરણની સલાહ  આપવી એ કામ નથી? સરકાર પાસે કેટલા બધા કામો છે. જેને જે લોન લેવી હોય તે લઇ લે અને જતાં રહે. અમે કોઇને રોકીશું નહીં. કેમ કે સરકાર પાસે બીજુ ઘણું કામ છે મારા ભાઇ...તમે સમજો.

    નિમોની લોન તો કોંગ્રેસની સરકારમાં મળી હતી, અમારે શું...એવા જવાબ પછી જેમણે જેમણે 2014 પહેલા લોન લીધી હોય તેઓ લોન ચુકવ્યા વગર ભારતથી ભાગી શકે છે. સરકાર તેમને નહીં રોકે. કેમ કે એ કોંગ્રેસનું પાપ છે. અને કોંગ્રેસનું પાપ અમારે શા માટે વેઠવું...?!! એવું કહેનારને ઇશ્વર તેમને વિમાનમાં ઉંચે બેસાડીને સદબુધ્ધિ આપે...સીતા રામ...સીતા રામ....!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ