દાક્તરોની દુનિયામાં આજકાલ વિટામિનોનું, મિનરલોનું અને કેલેરીઝનું મહત્વ વિશેષ છે. લોકો બી ગયા છે. બેલેન્સ્ડ ડાયટની જે યાદીઓ દાક્તરો અને સ્પેશ્યાલિસ્ટો આપે છે. એ પ્રમાણે જીવવું હોય તો દરેક જણે દસ માણસોનો પર્સનલ સ્ટાફ એ માટે રાખવો પડે.
અમારા ચટભાઈ લંચ વખતે પોતાની પ્લેટમાં એક ચમચી ઘી, એક ગાંગડો કાળો ગોળ, કોબીનાં બે પત્તાં, ગાજરનો એક કકડો , એક લીલું મરચું, બ્રોક્કોલી, એક કેળું, છાલ સાથેનો એક શેકેલો બટાટો, દહીં. મધ, સ્ટ્રોબેરી, ફણગાવેલા મઠ, બાફેલા ઈંડાનો યલો ભાગ, ફોતરાં લાલ ઘઉંની લાંબી પેન્સિલ જેવી બ્રેડ, બાફેલા ચણા વગેરે લઈને બેસતા. તેઓ ધારદાર ચપ્પુથી કેરી અને લીંબુ કાપતા. બેલેન્સ ભાજનનો એમનો ઠાઠમાઠ તથા ગંજાર જોઈને એમના અનેક કલીંગ્ઝ નોકરી છોડી ગયા હતા.
સમતોલ આહારમાં ગુજરાતીઓનાં દાળભાતશાકરોટલી ઉત્તમ છે, પણ સંપૂર્ણ નથી. હમણાં દૂધ વિશે વિવાદ ચાલે છે. દાયકાઓ સુધી જે લોકો ગ્લાસ ભરીને સમ્પ્ચ્યુઅસ દૂધ પીતા હતા તેમને દાક્તરો હવે ભડકાવે છે. આહાર સંપૂર્ણ ન હોય તો આંધળા થઈ જવાય? દાક્તરોનું કહેવું છે કે સપ્લિમેન્ટરી કે કોમ્પ્લિમેન્ટરી કે કોમ્પલમેન્ટરી (પૂરક) આહાર તરીકે વિટામિનોની અને મિનરલ્સ(ખનિજો)ની ગોળીઓ સમજીને લઈ શકાય. ઓવરડોઝ નુકસાન કરે પણ અલ્પ ડોઝનો કશો અર્થ નથી. નવી થિયરી એવી છે કે ચિક્કાસ પ્રમાણમાં વિટામિનો લેવાથી કેન્સરને અને હાર્ટએટેકને વેગળાં રાખી શકાય છે. રિયલી? વેગળાં એટલે કેટલાં વેગળા? આંગળીથી નખ હોય એટલા વેગળા? માણસને કેલરીઝ ઉપરાંત 45 જેટલાં જૂદાં જૂદા ન્યુટ્રિયન્ટ્સ જોઈએ છે. વિટામિન એ (ગાજર દા.ત) લેવાથી આંખો પાણીદાર રહે છે. હમણાં હમણાં દાક્તરો બીટા-કેરોટીન ઉપર બહુ જોર મૂકે છે. બ્રોક્કાલીમાં અને પીચીઝમાં બીટા-કેટોરીન ખાસી માત્રામાં હોય છે. બીટા-કેરોટીન લેવાથી કેન્સરને વેગળું રાખી શકાય છે. બીટા-કેરોટીન જ્યારે વિટામિન એમાં કન્વર્ઝ થાય છે ત્યારે આંખો પાણીદાર બને છે અને માણસની ઈન્યૂન સિસ્ટમ મજબૂત બને છે. વિટામિન બી6 આપમને બટાટામાંથી અને કેળામાંથી પ્રાપ્ત થાય છે. બી-6 પણ આપણને રોગપ્રતિકારની શક્તિ આપે છે. વિટામિન બી-12 આપણને આથામાંથી મળે છે. ઘસારો પામનાર કોષોનું આ વિટામિન બી-12 આપણને આમાંથી મળે છે. ધસારો પામનાર કોષોનું આ વિટામિન દ્રારા રિપ્લેસમેન્ટ થાય છે. તે ઘડપણને દૂર રાખે છે અને શરદી થતી અટકાવે છે. તે આપણાં ટિસ્પૂઝને થતું નુકસાન અટકાવે છે. વિટામિન ડી આપણને ફોર્ટિફાઈડ મિલ્કમાંથી અને સુર્યપ્રકાશમાંથી મળે છે. અને તે એન્ટિ-કેન્સર ગણાય છે. વિટામિન ઈ આપણેને ઘઉંના જવારામાંથી, વેજિટેબલ આઈલ્સમાંથી અને સનફ્લાવર ઓઈલમાથી મળે છે. વિટામિન ઈ આપણને હાર્ટ ડિઝીઝથી, કેન્સથી, ચામડીના રોગોથી અને સંધિવામાંથી બચાવે છે.