કોરોના કેસને લઈને આરોગ્ય વિભાગની ચિંતા સતત વધી રહી છે. જેમાં કોરોનાના વધુ એક નવું વેરિઅન્ટે હલચલ ઉભી કરી છે. અહેવાલ અનુસાર, નવા વેરિઅન્ટને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આ વેરિઅન્ટને 'આર્ક્ટુરસ' નામ આપવામાં આવ્યું છે. તે ઓમિક્રોનનો પેટા પ્રકાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. 'આર્ક્ટુરસ' ક્રેકેન વેરિઅન્ટ કરતાં 1.2 ગણો વધુ ચેપી છે.