Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસની વચ્ચે હવે વિશ્વભરમાં મંકીપોક્સ (Monkeypox Guidelines)ના પગપેસારાએ સરકાર અને આરોગ્ય નિષ્ણાતોને ચિંતામાં મૂકી દીધા છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વિશ્વની સરકારોને એલર્ટ કરી છે અને મનુષ્યના સેક્સ્યુઅલ બિહેવિયરને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. 

WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રિયેસસે (Tedros Adhanom Ghebreyesus) ગત શનિવારે મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, સંક્રમણથી બચવાની સૌથી સરળ રીત છે કે, શારીરિક ઘનિષ્ઠતામાં ઘટાડો કરવો. 

1. WHOના પ્રમુખે સલાહ આપી છે કે, જે પુરુષોમાં મંકીપોક્સનું જોખમ છે તેઓ હાલમાં સેક્સ પાર્ટનરની સંખ્યા સીમિત રાખવા પર વિચાર કરે તથા સેક્સ પાર્ટનરોની સંખ્યામાં ઘટાડો કરે અને નવા પાર્ટનર સાથે જાતીય સબંધ પર પુનર્વિચાર કરે. ઉપરાંત આલિંગન અને ચુંબનમાં સંયમ જાળવવો. 

2. ઘેબ્રિયસસે કહ્યું કે, અત્યાર સુધીમાં 78 દેશોમાંથી મંકીપોક્સના 18,000થી વધુ કેસ નોંધાયા છે. તેમાંથી 70% કેસ યુરોપમાં અને 25% કેસ અમેરિકામાં નોંધાયા છે. 

3. WHOએ પ્રસ્તુત કરેલા મોડલ પ્રમાણે બીમારીથી સંક્રમિત એક વ્યક્તિથી સંક્રમિત થનારા લોકોની સરેરાશ સંખ્યા પુરુષોની સાથે જાતીય સબંધ રાખનારા પુરુષોમાં 1.4 અને 1.8ની વચ્ચે છે પરંતુ અન્ય લોકોમાં 1.0થી ઓછી છે.

4. WHO ઉપરાંત ભારતમાં કેન્દ્ર સરકારે પણ ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મંકીપોક્સના લક્ષણ ધરાવતા સંક્રમિતોની દેખરેખ રાખવામાં આવશે. 

5. સંક્રમિતોની દૂષિત સામગ્રી, ઈન્ફેક્શનના સંપર્કમાં આવ્યા બાદ 21 દિવસ સુધી દર્દીની દેખરેખ રાખવી જોઈએ. રાજ્યોને નવા કેસોની ઝડપથી ઓળખ કરવા અને તેના નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

6. મંકીપોક્સના નિવારણ માટે અગત્યના સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયો તરીકે તેના મનુષ્યમાંથી મનુષ્યમાં ટ્રાન્સમિશન એટલે કે, ફેલાવાના જોખમને ઘટાડવું જરૂરી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ