વિશ્વભરમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. આફ્રિકા બાદ હવે એમપોક્સ વાયરસે પાકિસ્તાનમાં પણ દસ્તક આપી છે. આફ્રિકાની બહાર પાકિસ્તાન એવો બીજો દેશ છે કે જ્યાં મંકીપોક્સ ચેપનો પુષ્ટિ થયેલ કેસ નોંધાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. WHOએ હવે તેને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.