આજકાલ પાલતુપ્રાણીઓ રાખવાનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. અને એમાં પણ ઘરમાં શ્વાન એટલે કે કુતરા રાખવાનું ચલણ વધારે છે. વર્ષોથી પોતાની સાથે પાલતું પ્રાણી રાખવા ઘણા લોકોને ગમે છે. અને એમાં કાંઈ ખોટું પણ નથી. પણ ઘણી વાર તે ખતરનાક સાબિત થઇ શકે છે.
મળેલી જાણકારી અનુસાર આ ચેતવણીરૂપ ઘટના અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટમાં રહેતા ગ્રેગ મેન્ટયુફેલ નામના યુવક સાથે બનેલ છે. તેને એક ઘણો કડવો અનુભવ થયેલ છે, જે દરેક શ્વાનપ્રેમીઓ માટે ચેતવણીરૂપ સાબિત થાય છે. સૂત્રો અનુસાર ગ્રેગ પાસે એક પાલતુ કૂતરો હતો. જેનું પણ તે ખૂબ જ ધ્યાન રાખતો હતો. પરંતુ એકવાર અચાનક જ ગ્રેગના હાથ અને બંને પગ પર વિચિત્ર પ્રકારના સોજા અને
ચાઠાં પડવા લાગ્યા. એટલે તે તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવો પડ્યો. તપાસ પછી ગ્રેગને ખબર પડી કે તેને કેપ્નોસાઈટોફાગા બેક્ટેરિયાનો ચેપ લાગ્યો છે. આવો જાણીએ કેવી રીતે થયો આ રોગ..
ડોક્ટરને પૂછતા જાણણા મળ્યું કે- આપણા પેટ ડોગ કે બિલાડી હોય છે, જે ઘણી વખત આપણને સતત જીભથી ચાટ્યા કરે છે. તે ચાટયા કરતો હોવાથી તેની લાળનો ચેપ લાગી જાય છે. જેના પરિણામે ગ્રેગના બંને પગ ઢીંચણમાંથી તથા હાથનો થોડો ભાગ કાપી નાંખવો પડયો હતો.
તબીબોના જણાવ્યા અનુસાર, આ બેક્ટેરિયા દરેક ઘરેલુ પાલતુ પ્રાણીઓમાં હયાત હોય જ છે, પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ માલિકને સતત ચાટતા હોવા છતાં પણ કોઈ નુકશાન નથી થતું. પરંતુ જ્યારે તે પાલતુ પ્રાણીના કરડવાથી કે નખોરિયાથી માનવ લોહીમાં ફેલાય,તો તે જીવલેણ નિવડી શકે છે.
આ બાબતે ચેપી રોગોના નિષ્ણાત ડો. સિલ્વિયા મ્યુનો-પ્રાઈસનું કહેવું છે કે, આ પ્રકારનું જોખમ સર્જાય તેની શક્યતા ઘણી વખત ઓછી હોય છે. તેમજ પોતાના ઘરે કુતરા રાખનારા ૯૯ ટકા લોકોને ક્યારેય કશું થતું નથી. પણ કુતરા બિલાડી જેવા પ્રાણીઓ પાળનારા લોકોએ સાવધાન થવાની જરૂર છે.
આ જીવલેણ ચેપ કોને અને કેવી રીતે લાગી શકે?
કેપ્નોસાઈટોફાગા બેક્ટેરિયાના વિવિધ પ્રકાર હોય છે. અને તે માત્ર કુતરા કે બિલાડીમાં જ નહીં પરંતુ મનુષ્યમાં પણ જોવા મળે છે. પરંતુ જે વ્યક્તિ અતિશય આલ્કોહોલનું સેવન કરતા હોય, જેમની બરોળ દૂર કરાવવી પડી હોય, કે કેન્સર-એચઆઈવી ગ્રસ્ત હોય તો તેવી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી આ બેક્ટેરિયાનો ચેપ લાગવવાની શક્યતા વધી જાય છે. આવા લોકોએ પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ, જેથી તેઓ આ પ્રકારની સમસ્યાથી બચી શકે.