લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 માંથી 26 બેઠકો પર જીત મેળવ્યા બાદ હવે ભાજપે પેટાચૂંટણીમાં પોતાનો પરચમ બુલંદ કરવા જઈ રહી છે. વિધાનસભાની થરાદ, રાધનપુર, ખેરાલુ,બાયડ, લુણાવાડા,મોરવાહડફ અને અમરાઈવાડી એમ સાત બેઠક પર પોતાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ સાત બેઠકોમાંથી ઉત્તર ગુજરાતની ચાર મહત્વની બેઠકો પર ભાજપએ મોટા માથાને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. જો બેઠક પ્રમાણેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવાથી થરાદ બેઠકએ ખાલી પડેલી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક પર પૂર્વે રાજ્ય મંત્રી શંકર ચૌધરીને મેદાને ઉતારવાની તૈયારી પ્રદેશ ભાજપ કરી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે પરબત પટેલે પોતાના દીકરા શૈલેષ પટેલની ટિકિટ માટે દાવેદારી કરી છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપનારા અલ્પેશ ઠાકોરની ટિકિટ પણ નિશ્ચિત માનવામાં આવી રહી હોવાથી તેઓએ પ્રચારની પણ શરૂઆત કરી છે. અલ્પેશ ઠાકોરે તો રાધનપુર વિધાનસભામાં બુથની કામગીરી પણ ચાલુ કરી દીધી છે. તો અલ્પેશ ઠાકોરની આગળી પકડીને ભાજપમાં આવેલા બાયડના પૂર્વે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને અને ભાજપ શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવાનું મન બનાવી રહ્યું છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
ધવસિંહ ઝાલાની વિધાનસભા ટિકિટ કાપી તેમને બોર્ડ નિગમ આપવાની વાત હાલ પાર્ટીના આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે. જયારે પાટણ બેઠક પર થી લોકસભાની ચૂંટણી જીતનાર ભરતસિંહ ડાભીની ખાલી પડેલ ખેરાલુ વિધાસભામાં પૂર્વે ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ડાભી અને કનુભાઈ ડાભીએ દાવેદારી કરી રહ્યા છે. આમ ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ભાજપે આવનારી પેટા ચૂંટણીમાં ત્રણ મોટા ચહેરાઓ ઉતારી રહી છે.
પેટા ચૂંટણીમાં ભાજપના સંભવિત ચહેરાઓની યાદી
થરાદ વિધાનસભા -શંકર ચૌધરી, શૈલેશ પટેલ
રાધનપુર વિધાનસભા-અલ્પેશ ઠાકોર
બાયડ વિધાનસભા -મહેન્દ્રસિંહ વાઘેલા
ખેરાલુ વિધાનસભા-રમિલા દેસાઈ,રામસિંહ ડાભી,કનુભાઈ ડાભી
લુણાવાળા વિધાનસભા-જે પી પટેલ
મોરવાહડફ વિધાનસભા - વિક્રમસિંહ ડિંડોર અને નિમિષાબેન સુથાર
અમરાઈવાડી-30 થી વધુ દાવેદાર ઋત્વિજ પટેલ,અસિત વોરા,અમુલ ભટ્ટ,પ્રવીણ દેસાઈ કરી રહ્યા છે દાવેદારી