ગુજરાતમાં બે રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી 5 જૂલાઈના દિવસે યોજાવાની છે. ભાજપમાંથી વિદેશ મંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે ઉમેદવારીના ફોર્મ ભર્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ચન્દ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યાએ ઉમેદવારી નોંધાવી છે. 5 જૂલાઈના દિવસે મતદાન થવાનું છે. સૌથી વધુ ચર્ચાનો વિષય એ બન્યો છે કે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરતસિંહ ઠાકોર આમ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાંથી વિધાનસભામાં ચૂંટાઈ ગયા હોવા છતાં પક્ષ સાથે ગદ્દારી કરી હતી અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કામ કર્યું હતું. અલ્પેશ ઠાકોરે તો કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામા આપી દીધા હતા. હવે રાજ્યસભાની ચૂંટણી આવી છે ત્યારે અલ્પેશ ઠાકોર લોબીના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ભરતસિંહ ઠાકોર ક્રોસ વોટીંગ કરે છે કે પછી કોંગ્રેસના ઉમેદવારને મત આપે છે તેના પર સૌની નજર છે. જો કોર્સ વોટિંગ કરશે તો રાજકિય કારકિર્દી મુશ્કેલીમાં મુકાશે એવું હાલ રાજકારણના નિષ્ણાતો માની રહ્યા છે.