લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને સંયુક્ત રીતે યોજવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં બિલ રજુ કરાયા છે. જોકે વિપક્ષના વિરોધને પગલે આ બિલોને સંયુક્ત સંસદીય કમિટીને વિચારણા માટે સોંપવામાં આવ્યા હતા. જેને પગલે વન નેશન વન ઇલેક્શન માટે ગઠીત ૩૯ સાંસદોની કમિટીની પ્રથમ બેઠક યોજાઇ હતી. બેઠકમાં સભ્યોને ૧૮ હજાર પાનાની વિસ્તૃત રિપોર્ટ અભ્યાસ માટે સુટકેસમાં સોંપી હતી.