રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ ઉપર 'લાલ ડાયરી' અંગે વળતા પ્રહારો કરતાં કહ્યું હતું કે, 'તે લાલ ડાયરી છે ક્યાં ? જો હોય તો તે રજૂ કરો.'
વાસ્તવમાં રાજસ્થાનના ગંગાપુર શહેરમાં 'સરકાર કિસાન સંમેલન'ને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું હતું કે, 'આજકાલ ગેહલોત સા'બ લાલ ડાયરીથી બહુ ડરે છે શું કામ ડરે છે ?' રાજસ્થાનીઓ જરા કહો તો ખરા ડાયરીનો આગળનો રંગ લાલ છે, જ્યારે અંદર કાળા કારનામા છુપાયાં છે. અબજો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની નોંધ તે લાલ ડાયરીમાં છે.