વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલમાં ભારતીય સૈન્યના જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેઓએ જવાનોને સંબોધિત કરતા કહ્યું હતું કે અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ, જોકે શાંતિ સામર્થ્ય વગર શક્ય નથી. મોદીએ કહ્યું હતું કે જ્યારે જ્યારે ભારતની તાકાત વધે છે ત્યારે ત્યારે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિની શક્યતાઓ પણ વધે છે. રાષ્ટ્રની સુરક્ષા માટે આત્મનિર્ભર ભારત બહુ જ જરૂરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાથી દેશની તાકાત વધશે, ભ્રષ્ટાચાર સામે ભારતની લડાઇ જારી છે અને ભ્રષ્ટાચારી ગમે તેટલો તાકતવર હોય તેને છોડવામાં નહીં આવે. સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની પ્રતિષ્ઠા વિશ્વસ્તર પર વધી છે. અને તે હજુ પણ ઝડપથી વધી રહી છે. અને આવું એટલા