-
[1946માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઝવેરચંદ મેઘાણીએ આપેલા આપેલા વ્યાખ્યાનના અંશો]
મારો પ્રાન્ત અવલ દરજ્જાના પ્રતિભાવંતોથી વંચિત રહે એ મને અકળાવે છે. એકાદ ગોવર્ધનરામનું સ્થાને ય અરધી સદી સુધી ખાલી પડ્યું રહે એ અસહ્ય છે, કારણ કે પ્રતિભાવંતોને અભાવે સામાન્યોમાં વામણા આદર્શોની પૂજા પેસી જાય, મધ્યમોનું જોણ ઊર્ધ્વમુખી રહે નહીં, ગુજરાતી વાડમયની શક્યતાના વિસ્તીર્ણ સીમાડા કોઇ મધ્યમોને દેખાડે નહીં. સામસામા કૂપમંડૂકો પેટ ફુલાવતા બેસીએ છીએ. પ્રજાસમસ્ત પણ સાહિત્ય અને સાહિત્યકાર એ બે શબ્દોના ઉચ્ચારમાત્ર સાથે જે એક રગરગવ્યાપી ગંભીરતા ને આકાશી વિસ્તીર્ણતાનો ભાવસ્પર્શ અનુભવી રહે, તે સાચા સ્વામીને અભાવે અનુભવી શકતી નથી. માટે હું ટાગોરને ભલે નહીં પણ ગોવર્ધનરામને તો ગુજરાતને ટીંબે માગું છું. વાણીના સ્વામીઓ વિનાની ગુજરાત સેંકડોને પ્રસવ્યા છતાં વાંઝણી કહેવાય.
તથાપિ સામાન્યો-મધ્યમો પર હું જરીકે ઓછું જોર આપવા માગતો નથી. કદી નહીં એટલી મોટી જરૂર સામાન્યોની આ જમાનાને પડી છે. ફક્ત પ્રતિભાનો ફાંકો મૂકી દઇએ તો આપણે સારુ ય કામના ઢગલા પડ્યા છે. દેશાવરો સાથેનાં તેમજ પ્રાન્ત- પ્રાન્ત વચ્ચેનાં વિનિમય-દ્વારો ઊઘડવા લાગ્યાં છે. કાવ્યથી માંડી વ્યુત્પત્તિ લગીના કાર્યપ્રદેશોમાં નવી સ્ફુર્તિ સંચરી છે. યુનિવર્સિટીઓ માતૃભાષાને માધ્યમ બનાવી રહી છે. ગુજરાતની આગવી વિદ્યાપીઠને આકાર ધરી પૃથ્વી પર ઊતરતાં ઝાઝી વાર નથી, છતાં ક્યાં છે ગુજરાત પાસે વિદેશી કે પરપ્રાંતીય ગ્રંથમણિઓનાં અકબંધ અણીશુદ્ધ ભાષાંતરો યે?
આ રહ્યો મધ્યમોની સામે કામ-ઢગલો. એકાદ ભાઇ ચંન્દ્રશંકર [શુક્લ] પોતાને વતન બેસી જઈ રાધાકૃષ્ણનની પ્રાસાદિક રચનાઓનાં ઓજસપૂર્ણ અને અર્થભારવાહી અનુવાદો આપ્યે જાય છે. ભાઇ નગીનદાસ ટાગોરની આરાધના માંડી એકલા બેસી ગયા છે. આ કસબને એ ભાઇઓએ સ્વાવલંબી કક�