વહેલા કે મોડા ૨૦૦૦ની નોટ બંધ થશે એવું જન સામાન્યમાં ઘણા સમયથી ચર્ચાતું રહયું હતું. સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૨૦૦૦ની નોટો બેંકમાં જમા કરાવીને એટલી કિંમતની બીજા ચલણની નોટ લઇ લેવાની જાહેરાત કરી ત્યારથી શું ૧૦૦૦ની નોટ આવશે એ જાણવા સૌ ઉત્સૂક હતા. ૩૦ સપ્ટેમ્બર પછી સૌથી ઉંચા દરની નોટ માત્ર ૫૦૦ રુપિયાની જ રહે છે.
આવા સંજોગોમાં સપોર્ટમાં ૧૦૦૦ની નોટ ચોકકસ બહાર પાડવામાં આવશે એવું કેટલાક માનતા હતા. જો કે આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગર્વનર શકિતદાસે મીડિયાને સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર અનુમાનવાળા અંદાજમાં કહેવામાં આવી રહયું છે પરંતુ હાલમાં એવો (૧૦૦૦ની નોટ બહાર પાડવાનો) કોઇ જ પ્રસ્તાવ નથી. વર્તમાનમાં આવું કોઇ આયોજન ન હોવાથી ૧૦૦૦ની નોટ બહાર પડવાની ચર્ચા ખોટી છે.