Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 8 નવે.2016. ટીવીમાં રાત્રે એક સરકારી જાહેરાત અને બીજા દિવસથી શરૂ થઇ તમામ નાના-મોટી બેંકોની બહાર લાઇનો...એટીએમની બહાર પણ લાઇનો... લાઇનો તો એવી કે તેનો છેડો જ ના મળે. ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે..જાણે કે ખબર જ ના પડે. પરસેવે રેબઝેબ થયા તો રાષ્ટ્રીય મેણાં મળ્યાં- આપણાં જવાનો ટાઢ-ગરમી વરસાદ સહન કરીને રાષ્ટ્રની સેવા કરે છે તે તમે લાઇનમાં ઉભા ના રહી શકો... એવા મેણાં-ટોણાં ખાઇ ખાઇને લોકોએ પોતાની 500-1000ની નોટો જમા કરાવી અને ત્યારથી અર્થતંત્ર આખા શરીરે તેલ ચોપડેલ પહેલવાન હાથમાં ના આવે તેમ અર્થતંત્ર પકડાય છે અને જેટલીના હાથમાંથી લપસી જાય છે. અર્થતંત્ર તો જાણે સમજ્યા પણ આ રિઝર્વ બેંકના કર્મચારીઓને શું એવી તેલ ચોપડેલી તેલમાં બોળી બોળીને જમા કરાયેલી નોટો મળી છે લોકો પાસેથી કે તેમના હાથમાંથી લપસી જાય છે...?!!

    15 મહિના થયા નોટબંધીને તો ય નટોની ગણતરીનો પાર આવતો નથી. પેલું કહેવાય છે ને કે –ખાયે જા...ખાયે જા....ખાયે જા..ની જેમ ગીને જા....ગીને જા...ગીને જા... પણ ક્યાં સુધી? ક્યારેક તો તેનો અંત આવે કે નહીં? ના, એવું નથી. તમે માનો છો એમ કર્મચારીઓ દ્વારા 500-1000ની નોટોની ગણતરી હાથથી નહીં પણ નોટો ગણવાના મશીન દ્વારા થઇ રહી છે, તેમ છતાં હજુ એવું જ કહેવામાં આવે છે કે ભાઇસાબ, હેરાન ના કરો...નોટોની ગણતરી હજુ પૂરી થઇ નથી, ગણતરી પૂરી થશે ત્યારે તમને કહીશું કે નોટબંધી વખતે બેંકોમાં કેટલું નાણું આવ્યું...!!!

    15 મહિનાના 545 દિવસ ગણીએ તો તેમાંથી 300 દિવસની સરકારી રજાઓ બાદ કરતાં 245 દિવસ કામકાજના ગણીએ. 8 કલાકની નોકરી પ્રમાણે 1860 કલાક થાય. તો આ 1960 કલાકમાં નોટોની ગણતરી પૂરી ના થાય હેં ઉર્જીતભાઇ...? રિઝર્વ બેંક પાસે નોટોની ગણતરીના શું 2-5 મશીનો જ તે છે? વધારે જ હશે. તો પછી 500- 1000ની નોટો ગણતાં વાર કેટલી થાય? ક્યાંક એવું તો નથી ને કે નોટોની ગણતરી કરતાં કરતાં ભાઇઓ-બહેનો...શબ્દ કાને પડ્યો હોય અને બીકના માર્યા ગણતરીમાં ભૂલ પડી ગઇ હોય અને વળી પાછી નવેસરથી ગણતરી કરવી પડી હોય? સામાન્ય લોકોને તો એવું જ લાગે છે કેમ કે હવે તો લોકોના કાને ભાઇઓ-બહેનો.....એવો શબ્દ કર્ણપટલ પર અથડાય ત્યારે મગજમાંથી સંદેશો શરૂ થઇને એલિયન જેવો અવાજ સંભળાય છે- મહેરબાની કરીને ટીવી બંધ કરી દો,.,, મહેરબાની કરીને ટીવી બંધ કર દિજીએ!!! આવી હાલતમાં બિચ્ચારા અને બાપડા રિઝર્વ બેંકના કર્મચારીઓ પણ શું કરે? દિવાળી આવે તો નોટોને ફટાકડાનો રંગ લાગ્યો હોય, હોળી આવે તો જાત જાતના રંગો લાગી જાય અને મહાશિવરાત્રી આવે તો બમ બમ ભોલે....કહીને શિવજીનો પ્રવાહી પ્રસાદ ગટગટાવી જાય પછી નોટોની ગણતરીમાં ભૂલ તો પડવાની જ છે...! જય ભોલે.....અબ નોટ ભી ક્યા બોલે...!!!

    તો રિઝર્વ બેંકના ડીયર ભાઇઓ અને બહેનો, નોટોની ગણતરીનું કામ પૂરૂ થાય (આમ તો નોટો ગણાઇ જ ગઇ છે, પણ તેનો ચોક્કસ આંકડો બહાર પાડવાની ના પાડવામાં આવી છે, એમ વળી કોઇએ કહ્યું હતું ) તો દેશને જણાવશો. કેમ કે દેશ પાસે હજુ પેટ્રોલ-ડીઝલના રોજે રોજના ભાવના આંકડાની ચિંતા છે... દેશ પાસે વધતી જતી મોંઘવારીના આંકડાની ચિંતા છે....દેશ પાસે વધતી જતી શિક્ષણ ફીના આંકડાની ચિંતા છે.....કોઇને કદાજ માત્ર એક જ 543(બેઠકો)ના આંકડાની ચિંતા હશે...... પણ સામાન્ય લોકોએ તો ઘણાં બધા આંકડાઓની ચિંતા કરવાની છે. સમજો કે દેશ આંકડાની માયાજાળમાં( માયાવતીના પક્ષની આવકમાં વધારો થયો એ આડ વાત) અટવાઇ ગઇ છે.... ડીયર, રિઝર્વ બેંક તમે ગણતરી પૂરી કરીને જે આંકડો જાહેર કરશો એ આંકડો સટ્ટા-બેટીંગ વાળાને ગમશે પણ ખરા કેમ કે આંકડાના સટ્ટોડિયાઓ આવા જ આંકડા પર રમતા હોય છે. બોલો જાણે કે આખો દેશ આંકડામય બની ગયો છે. બાય ધી વે, હલ્લો, નોટોની ગણતરી ક્યારે પૂરી થશે? શું કહ્યું ? હજુ દિવાળી પછી? ચૂંટણીના સમયે જાહેર થશે એમ તમારું કહેવું છે? સારૂ..સારૂ...ભલે..ભલે...!!!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ