સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઊઠાવ્યો હતો. જ્યારે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ મહાભિયોગના વિપક્ષના પ્રસ્તાવ મુદ્દે ભારે માહોલ ગરમાયો હતો. બીજી બાજુ આજે બંધારણ મુદ્દે પણ ચર્ચા થવાની છે. પ્રિયંકા ગાંધી આજે પહેલીવાર લોકસભામાં ભાષણ આપશે.