ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહાબલિપુરમમાં અનૌપચારિક બેઠક યોજે ત્યારે બરાબર એવા સમયે પાકિસ્તાન કરાચી બંદરથી 40 કિલોમીટર દૂર આવેલી સોનમિયાની ટેસ્ટ રેંજમાં એક ખાસ્સી મોટી મિસાઇલનો ટેસ્ટ કરશે એવી માહિતી ગુપ્તચર ખાતાએ કેન્દ્ર સરકારને આપી હતી. જણાવી દઈએ કે અગાઉ ઑગસ્ટમાં પાકિસ્તાને ગઝની મિસાઇલનો સફળ ટેસ્ટ કર્યો હતો.