પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારાનો સિલસિલો અટકી રહ્યો નથી. આજે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે.
આ મુદ્દે રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકારને ઘેરી છે. પ્રિયંકા ગાંધીએ લોકોને કહ્યુ છે કે, તમે જ્યારે પણ વાહનમાં પેટ્રોલ કે ડિઝલ ભરાવો ત્યારે યાદ રાખજો કે, પેટ્રોલિયમ પ્રોડક્ટસ પર મોદી સરકાર ટેક્સ થકી 23 લાખ કરોડ રૂપિયા કમાઈ ચુકી છે. રોજ મોંઘા શાકભાજી અને ખાવાનુ તેલ ખરીદો ત્યારે પણ યાદ રાખજો કે દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી છે પણ મોદીજીના અબજોપતિ મિત્રો રોજ 1000 કરોડ રૂપિયા કમાય છે.