દેશમાં ઘંઉનો પૂરતો જથ્થો છે પણ સટ્ટા અને સંગ્રહખોરીના કારણે ઘંઉના ભાવ વધી રહ્યાં છે તેમ ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું. તેમણે સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં એક કિલો ઘંઉના ભાવમાં ૧૯ ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ એક કીલો ઘંઉનો ભાવ ૨૬.૦૧ રૂપિયા હતો જે વધીને હાલમાં ૩૧.૦૨ રૂપિયા થઇ ગયો છે. ઘંઉના લોટના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં ૧૮ ટકાનો વધારો થયો છે. હાલમાં એક કીલો ઘંઉના લોટનો ભાવ વધીને ૩૬ રૂપિયા થઇ ગયો છે.