DRDO એ સંવાદ એપનો સિક્યોરીટી ટેસ્ટ કર્યો છે તેમજ તેને ટ્રસ્ટ અસ્યોરન્સ લેવલ 4 પાસ કર્યું છે. આ એપ સેન્ટર ફોર ડેવલોપમેન્ટ ઓફ ટેલીમૈટીક્સ દ્વારા ડેવેલોપ કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ios અને એન્ડ્રોઇડ બંને માટે તૈયાર કરવામાં આવશે
આ એપ વોટ્સએપ જેવા ફીચર્સ આપતું હોવાથી થોડા વર્ષો પહેલા એપને લઈને ખૂબ જ હોબાળો થયો હતો. એ સમયે એવા અંદાજ પણ લગાવવામાં આવતા હતા કે આ એપ ભારતમાં વોટ્સએપનું હરીફ બનશે. જો કે તે માત્ર એક અંદાજ જ રહ્યો. પરંતુ હવે સંવાદ એપના લોન્ચિંગનું કામ આગળ વધી રહ્યું છે. તેના લોન્ચિંગ બાબતે DRDOએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. જોકે અએપને હાલ ઓફિશિયલી લોન્ચ કરવામાં આવ્યું નથી. પરતું તેનું વેબ વર્ઝન એક્સેસ કરી શકાય છે.