વોટ્સએપમાં નવા બે ફીચરનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ફીચર લોકોની પ્રાઈવસીને વધારી દેશે. વર્ષ 2019ની શરૂઆત બાદ વોટ્સએપએ નવા ધમાકેદાર ફીચર્સ એક્ટિવ કર્યા છે. આઈઓએસ યૂઝર્સ માટે વોટ્સએપએ ફિંગરપ્રિંટ અનલોક ફીચર રજૂ કર્યુ છે.
વોટ્સએપએ બાયોમેટ્રિક અનલોક ફીચર આઈફોન યૂઝર્સ માટે ગત સપ્તાહમાં લોન્ચ કર્યું હતું. આ ફીચરના કારણે યૂઝર્સ તેના વોટ્સએપને બાયોમેટ્રિક્સનો ઉપયોગ લોક અને અનલોક કરી શકશે. જો કે આ ફીચરનો ઉપયોગ કોઈ ચેટને લોક કરવા માટે નહીં કરી શકાય. જાણો આ રીતે આ ફીચરને એક્ટિવ કરી શકાય છે. વોટ્સએપના સેટિંગ્સમાં જઈ અકાઉન્ટમાં જવું ત્યાં પ્રાઈવસી પર ટેબ કરી સ્ક્રીન લોકમાં જવું, સ્ક્રીન લોકમાં ફેસ આઈડી અથવા ટચ આઈડી પર ક્લિક કરી આ ફીચરને એક્ટિવ કરી શકાય છે.
આ ફીચર ઉપરાંત વોટ્સએપએ ગૃપ કોલિંગ ફીચરને પણ વધુ સરળ બનાવ્યું છે. હવે ગૃપ કોલિંગ કરવા માટે યૂઝર્સએ માત્ર એડ પાર્ટિસિપેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. આમ કરતાની સાથે જ સ્ક્રીન પર કોન્ટેક્ટની યાદી ખુલી જશે અને તેમાંથી વધારેમાં વધારે 4 લોકોને પસંદ કરી તેમની સાથે ચેટ કરી શકાય છે. આ ફીચર ઉપરાંત વોટ્સએપએ શો ઈન ચેટ, ઓડિયો પિકર જેવા ફીચર પણ એક્ટિવ કર્યા છે.