જો હવે કોઈ તમને વોટ્સએપ પર અપશબ્દો કે ધમકીભરેલા મેસેજ મોકલે તો તેની કાર્યવાહી માટે દૂરસંચાર વિભાગનો સંપર્ક કરી શકશો. આ પ્રકારના આપત્તિજનક મેસેજની ફરીયાદ તમે ડીઓટી વિભાગમાં નોંધાવી શકશો અને આ ફરીયાદ વિભાગ દ્વારા પોલીસ સુધી માહિતી પહોંચાડવામાં આવશે. આ અંગેની જાણકારી દૂરસંચાર વિભાગના સંચાર નિયંત્રક આશીષ જોશીએ ટ્વીટ કરી આપી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, વોટ્સએપ પર મળતા આપત્તિજનક મેસેજ વિરુદ્ધ લોકો દૂરસંચાર વિભાગને ફરીયાદ મોકલી શકશે. આ ફરીયાદ કરવા માટે લોકોએ જે તે વોટ્સએપ પર આવેલા આપત્તિજનક મેસેજનો સ્ક્રીનશોટ લેવાનો રહેશે અને તેને ccaddn dot@nic.in પર ઈ મેલ કરવાનો રહેશે. ત્યારબાદ અધિકારીઓ પોલીસ સાથે મળી જરૂરી પગલા ભરશે.