મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં પોલીસકર્મીઓના ગ્રેડ-પે મુદ્દે પણ ચર્ચા થશે. ગ્રેડ-પે સહિતના વિવિધ મુદ્દા પર પોલીસકર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી, ત્યારે આ મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં તહેવારોના સમયે કોવિડ પ્રોટોકોલ અને છૂટછાટ આપવા સંદર્ભે તથા હાલમાં ચાલી રહેલા વેક્સીનેશન મામલે પણ વિચારણા કરવામાં આવશે. તથા બાળકોને કોરોના રસી આપવા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. કેબિનેટ બેઠકમાં વીજ સંકટ સંદર્ભે અને ટેકાના ભાવે મગફળીની ખરીદી અને ખેડૂત સહાય પેકેજ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.