અદાણી વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણી પ્રશ્ને પોતાના પ્રતિભાવો આપતાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે તે વિષે મારે કોર્ટને શું કહેવાનું છે ? વાસ્તવમાં ઇન્ડીયન રેગ્યુલેટર્સ ઘણા જ અનુભવી છે. તેઓ આવા પ્રશ્નો પહેલેથી જ સમજે છે. માત્ર અત્યારે જ નહીં.
આર.બી.આઈ. બોર્ડની મીટીંગ પછી અદાણી હિન્ડન્બર્ગ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ કરેલી ટિપ્પણી વિષે પોતાના પ્રતિભાવો આપતાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારતના રેગ્યુલેટર્સ (નિયમનકારો) ઘણા જ અનુભવી છે. આવી બાબતોને પહેલેથી જ સમજતા આવ્યા છે કે માત્ર અત્યારે જ તે બન્યું છે તેમ નથી આવું કશું બને તે પહેલાથી જ સાવચેત થઇ જાય છે. બસ ! મારે આટલું જ કહેવાનું છે. આ સાથે સીતારામને પત્રકારોને કહ્યું હતું કે સહજ છે કે હું કોર્ટમાં શું કહીશ તેની તો તમો મારી પાસેથી આશા રાખતા જ નહીં હો.