જર્મની બાદ લંડન પહોચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્તમાન મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર મોટો હુમલો બોલ્યો છે. લંડનના પ્રસિદ્ધ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE)માં ભારતીય સમુદાયના વિદ્યાથીઓને સંબોધતા તેઓએ આ હુમલો બોલ્યો હતો. LSEમાં પોતાના સંબોધનમાં તેઓએ એક બાજુ જ્યાં દેશના યુવાનો સામે આવી રહેલી સમસ્યાઓ અંગે વાત કરી હતી.