Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પાર પાડશે? હાલમાં(રીપીટ હાલમાં ) તેનો જવાબ-હાં. રાજકારણમાં ક્યારે કઇ ઘટના આકાર લે તેના પર આવતીકાલનો જવાબ નિર્ભર છે. ગુજરાતના રાજકારણમાં છેલ્લાં બે વર્ષમાં 3 યુવાનો પોતાના સમાજની વિવિધ માંગણીઓને લઇને ભાજપની સામે અલગ અલગ જ્ઞાતિમાંથી ઉભરી આવ્યાં. જેમાં સૌથી વધુ વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ હોય તો તે છે હાર્દિક પટેલ. ગુજરાતના સમૃધ્ધ પાટીદારો માટે પછાત વર્ગોની જેમ અનામતની માંગ કરીને એવું આંદોલન ચલાવ્યું કે ભાજપના ભલભલા નેતાઓને તેનો તોડ કઇ રાતે લાવવો તેની સૂઝ મહિનાઓ સુધી પડતી નહોતી.એમાંને એમાં આનંદીબેન પટેલને મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું. અને હાલમાં ચૂંટણીઓમાં જીતવા માટે ભાજપે હાર્દિકની હિલચાલ પર નજર રાખી છે. હાર્દિક કોંગ્રેસના નવા અવતાર તરીકે બહાર આવેલા રાહુલ ગાંધીની સાથે મળ્યા કે નથી મળ્યા તેની માહિતી ભાજપ રાખી રહ્યું છે.કોંગ્રેસે પાટીદાર આંદોલન ચલાવનાર સંસ્થાની પાંચમાંથી ચાર માંગણીઓ સ્વીકારીને અનામત માટે પણ તેમની વાત માની લીધી છે.

    હાર્દિકના આંદોલનમાંથી ઓબીસી નેતા તરીકે મૂળ કોંગ્રેસી એવા અલ્પેશ ઠાકોર બહાર આવ્યાં. જનસભાઓ ગજવી અને દારૂબંધીના મામલે સરકાર સામે આક્ષેપો કર્યા અને છેવટે માતૃસંસ્થામાં પાછા ફર્યા. સૌરાષ્ટ્રના ઉનામાં જો દલિતો પર અમાનુષી અત્યાચાર થયાં ના હોત તો જીગનેશ મેવાણી ગુજરાતના રાજકારણમાં અને માધ્યમોમાં છળક્યો ના હોત. દલિતો માટે મેવાણીએ ભાજપ સરકાર સામે આંદોલનો ચલાવ્યાં અને કોંગ્રસની સરકાર રચાય તો દલિતોના મામલે શું કરવું તેના વચનો અને ખાતરીઓ મેળવીને રાહુલના સાથે ચાલ્યો. હાર્દિક પટેલ વિધિવત્ કોંગ્રેસમાં જોડાયો નથી. પણ કોંગ્રેસ-રાહુલ અને હાર્દિક વચ્ચે અનામતના મામલે કંઇક સ્વાદિષ્ટ રંધાયાની ગંધ અને સુગંધ ભાજપને આવી ગઇ છે. હાર્દિકને પાટીદાર સમાજથી અલગ પાડવાના પ્રયાસો થઇ રહ્યાં છે. ભાજપ સરકારને મહિનાઓ સુધી દોડતી કરનાર આ યુવા નેતાના પોસ્ટર બાળવામાં આવી રહ્યાં છે, તેને સમાજનો ગદ્દાર ગણાવી રહ્યાં છે, તેને કોંગ્રેસનો એજન્ટ ગણાવી પ્રચાર થઇ રહ્યો છે. આ પરિવર્તન કંઇક અંશે હાર્દિક સામે ભાજપની જીત સમાન છે. રાજકારણમાં સવાલ એ ચર્ચાઇ રહ્યો છે કે આ 3 યુવાનોને રાહુલની જરૂર છે કે રાહુલને આ 3 યુવાનો જોઇએ છે? આ ત્રણેય યુવાનો ભાજપ સરકારની સામે છે. જા તેમને રાહુલ ગાંધીનો સધિયારો મળે અને ગુજરાતમાં ફરી કોંગ્રેસ આવે તો આ ત્રણ યુવા નેતાઓ તેમના સમાજમાં બનેલી વિવિધ ઘટનાઓની તપાસ શરૂ કરાવીને તેની પાછળ રહેલાં વગદાર નેતાઓને બેનકાબ કરીને સમાજને ન્યાય અપાવવાનો એજન્ડા ધરાવે છે. કોંગ્રેસમાં રાહુલ સર્વેસર્વા હોવાથી તેમની સાથે જ સીધી વાત કરીને તેઓ તન-મન અને ધનથી રાહુલની સાથે જોડાયા છે. રાહુલને આ 3 યુવા નેતાઓ એટલા માટે જોઇએ છે કે તેઓ 22 વર્ષ સત્તા ભોગવનાર ભાજપને સત્તાથી ઉતારવા માંગે છે. બન્નેને એક દૂજે કે લિયે...ની જેમ જરૂર છે. પણ રાહુલની રાજકીય નૈયા ગુજરાતમાં આ 3 યુવાનો પાર પાડશે?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ